જોઈએ – પ્રફુલ્લા વોરા

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

કો’ક દિન આ જાતને વાંચી, ઉકેલી જોઈએ,
હુંપણાના ભારને નીચે ફગાવી જોઈએ.

કેટલીયે ચાલ ચાલ્યા જૂઠના પહેરા નીચે,
સાવ સાચકલા કદી આ દાવ માંડી જોઈએ.

સૂર્યના અજવાસની પામી શકાશે ક્ષણ પછી,
આંખમાં થીજેલ વાદળને હટાવી જોઈએ.

લ્યો, જુઓ, ટાંગ્યા બધા શણગારને ખીંટી ઉપર,
રંગ પોતીકો ફરી પાછો ચડાવી જોઈએ.

આપણાં બરછટપણાંનો તાગ જોવો હોય તો,
આપણી આ જાત બીજામાં સમાવી જોઈએ.

ખેંચવાનું, તોડવાનું, ફોડવાનું ક્યાં સુધી ?
ભીતરી સંવાદને નાજુક બનાવી જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંધત્વનું અજવાળું – રમણલાલ સોની
પિયાલો પાયો – મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’ Next »   

1 પ્રતિભાવ : જોઈએ – પ્રફુલ્લા વોરા

  1. Veena Dave. USA says:

    એક એક લીટી સમજવા જેવી.
    સુંદર રચના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.