પિયાલો પાયો – મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

હિરદે નિજાનંદ છાયો,
ગુરુજીએ મારા
એવો રે પિયાલો એક પાયો !
કિરપા કરી એવી જ્યોત્યું જગી ને
ભાગ્યા રે હઠીલા અંધાર,
સૂરતા જાગી છોડી ભેદ-ભરમને
સોળે સજી રે શણગાર !
રગેરગ શો હરખ ઊભરાયો,
ગુરુજીએ મારા
અમર પિયાલો એક પાયો !
નિરભે થઈને હું મોજભવનમાં
ચોગરદમ શું મ્હાલું !
એક રે મૂકીને હવે આજે અનેકની
આંગળિયો ક્યમે ઝાલું ?
શૂન્યથી થયો છું સવાયો,
ગુરુજીએ મારા
એવો રે પિયાલો એક પાયો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જોઈએ – પ્રફુલ્લા વોરા
મને વ્હાલાં લાગે – અનુપસિંહજી પરમાર Next »   

1 પ્રતિભાવ : પિયાલો પાયો – મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.