મને વ્હાલાં લાગે – અનુપસિંહજી પરમાર

મને વ્હાલાં લાગે, હૃદય મહીં ઊંડે વસી ગયાં
અહો, ક્ષેત્રો મારાં-ઘરથી નીકળી ખેતર પળું,

ધસે મારી સામે, લળી લળી મને હેત કરતાં,
વધાવી લે જાણે હરખથી મને બાથ ભરતાં !

મજાનું છે મારું ઘર પણ, રૂડો ચોક પણ છે.
ખળી છે, વાડો છે, કલમ પણ ને પુષ્પ પણ છે;

અને ગાલ્લી યે છે, બળદ પણ ને ગાય પણ છે,
નિહાળીને જેને ખસૂસ મુજને આંખડી ઠરે !

અને ગામે મારું લઘુક નમણું છે ઉર વસ્યું,
અને બંસી-સૂરો શ્રવણ કરવા શાંત વગડે;

નદી છે, વૃક્ષો છે, કલકલ કરતાં ઝરણ છે,
ન ઠંડી કે તાપે વહત મધુરો વાયુ પણ છે !

અને એમાં થોડી કવિત કરવાની લઢણ છે,
પછી તો શું માગું કુદરત કને હું કંઈ વધુ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પિયાલો પાયો – મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’
તૂટતી શ્રદ્ધાનું ગીત – ઉશનસ્ Next »   

0 પ્રતિભાવ : મને વ્હાલાં લાગે – અનુપસિંહજી પરમાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.