February 26th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : મહેન્દ્ર બાબરિયા |
18 પ્રતિભાવો »
[ રીડગુજરાતીને આ રમુજી ટૂચકાઓ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +97150 4237067 સંપર્ક કરી શકો છો.] દુકાનદાર : ‘સાહેબ, તમે રોજ અમારી આ વર્તમાનપત્રો-સામાયિકોની દુકાને આવો છો; પણ કદી કંઈ લઈ જતા નથી, એમ કેમ ?’ ગ્રાહક : ‘તમને ખબર ન પડે તો હું શું કરું ?’ […]
February 24th, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : ડૉ. હર્ષિદા રામુ પંડિત |
1 પ્રતિભાવ »
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] નાનાં નાનાં ભૂલકાંઓને માટેની અવનવી ચીજો અત્યારના ઉત્પાદકો બનાવે છે એટલે એક જમાનામાં ભારતીય માતા-પિતાએ અમુક વસ્તુઓ પરદેશથી પોતાના સગાસંબંધીઓ પાસેથી મંગાવવી પડતી હતી એ સ્થિતિ ટળી છે એટલે એનો આનંદ સૌ કોઈને થાય એ સમજી શકાય છે. આજે આપણા દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ બાળકો માટેની ઘણી વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ […]
February 21st, 2011 | પ્રકાર : બાળ સાહિત્ય | સાહિત્યકાર : યશવન્ત મહેતા |
4 પ્રતિભાવો »
[ ગતવર્ષે પ્રકાશિત થયેલ ‘આપણો અમર વારસો : જાતકકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. ‘જાતકકથાઓ’ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. પ્રસ્તુત […]
February 20th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : મીરા આસીફ |
1 પ્રતિભાવ »
[‘ગુજરાત’ સામાયિક, દીપોત્સવી અંકમાંથી સાભાર.] ઈશ્વરનું વરદાન તમે છો ! કેવું સુંદર ધ્યાન તમે છો ! સગપણના દરવાજા ખોલો, જન્નતના દરવાન તમે છો ! જોબનવંતી મોસમ છલકે, લીલીછમ્મ પહેચાન તમે છો ! રંગ રસીલી કુંજ ગલીમાં, રજવાડી રસપાન તમે છો ! છેલછબીલો ગુજરાતી હું, મોંઘેરું ગુલતાન તમે છો ! રોજ મઝારે દીપ સળગતો, મઘમઘતું લોબાન […]
February 20th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : ડૉ. મનોજ એલ. જોશી |
4 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] કૂંડાળું મિટાવીને લીટી કરી છે, સફરને અમે સાવ સીધી કરી છે. વિકટ માર્ગની આબરૂ કાજ થઈને, અમે ચાલ થોડીક ધીમી કરી છે. ‘નથી છોડાતી માયા….’ કહેવાને બદલે, અમે પોતે પક્કડને ઢીલી કરી છે. ગઝલને પરણવાના યત્નોમાં અંતે, અમે વેદનાઓની પીઠી કરી છે. અમારું તો સમજ્યા કે આદત પડી છે, તમે કેમ આંખોને […]
February 19th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : રવીન્દ્ર પારેખ |
2 પ્રતિભાવો »
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો, અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો ! હરિ, બેઉ આંખોનું મૂકો આંધણ તો શું થાય ? ઊઠે આછી વરાળ ત્યાં તો ઝળઝળિયાં બંધાય, એવામાં વરસાદ પડે તો કેમ ન હો એ સૂકો ? હરિ, તમે દુષ્કાળ થવાનું કહીને બનતા રેલ, […]
February 19th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : હરિહર જોશી |
1 પ્રતિભાવ »
[‘શબ્દસૃષ્ટિ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.] થોડીવાર આ પડછાયો અળગો થાય મારાથી તો વાતો કરી શકું તમારી સાથે પેટછૂટી. સતત મારા અંગરક્ષક જેવો સાથે ને સાથે હોય છે એ મારી પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર હોય છે એની. અજવાસ હોય કે અજવાળિયું હોય હું ક્યારેય એકલો નથી હોતો મને ક્યારેક અકળામણ થાય છે એની એ જાણે છેઃ ક્યારે […]
February 18th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અરુણા જાડેજા |
4 પ્રતિભાવો »
[ વિનોબાજી સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયેલું એક નામ છે ‘શ્રી પાંડુરંગ સદાશિવ સાને’. લોકો એમને ‘સાને ગુરુજી’ના નામથી ઓળખતાં. ધૂળિયા જેલમાં વિનોબાજી જ્યારે ભગવદ ગીતા પર બોલતાં ત્યારે તેનું લેખન શ્રી સાને ગુરુજીએ કર્યું હતું. પાછળથી તે આપણને ‘ગીતા પ્રવચનો’ નામે પ્રાપ્ત થયું. સાને ગુરુજી અત્યંત ઋજુ સ્વભાવનાં હતાં. તેમને તેમની માતા પ્રત્યે અપાર સ્નેહ અને […]
February 18th, 2011 | પ્રકાર : જીવનચરિત્ર | સાહિત્યકાર : રજત ધોળકિયા |
7 પ્રતિભાવો »
[ ગુજરાતી સુગમ સંગીત જગતનું અદ્વિતિય નામ એટલે શ્રી દિલીપભાઈ ધોળકિયા. થોડા દિવસો અગાઉ થયેલા તેમના મહાપ્રયાણ બાદ એમના સ્વરકાર અને ધ્વનિકાર પુત્ર શ્રી રજતભાઈ ધોળકિયાએ પિતાને ‘નવનીત સમર્પણ’ના આ લેખ દ્વારા સ્મરણાંજલિ આપી હતી, જે અહીં સાભાર પ્રસ્તુત છે. શ્રી દિલીપભાઈનો જન્મ 15 ઑક્ટોબર, 1921ના રોજ વડનગર નાગર જ્ઞાતિમાં થયો હતો. તેઓ શ્રી 89 […]
February 17th, 2011 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : સંકલિત |
29 પ્રતિભાવો »
[ અખંડ આનંદ (ફેબ્રુઆરી-2011)માં પ્રકાશિત થતા સત્ય ઘટનાઓ પર આધારિત વિભાગ ‘જોયેલું ને જાણેલું’માંથી સાભાર.] [1] એક નાની શી ઘટના – ભગવત સુથાર ડાંગરવા, તા. કડીની માધ્યમિક શાળામાં હું, શિક્ષક હતો. આચાર્યે મને શ્રેણી આઠથી અગિયારમાં તાસ ફાળવ્યા હતા. એક દિવસ એક શિક્ષકની અવેજીમાં મારે શ્રેણી સાતમાં જવાનું થયું. વિદ્યાર્થીઓ માટે શાળાનો ગણવેશ-સફેદ પહેરણ અને […]
February 17th, 2011 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : દિલીપ રાણપુરા |
18 પ્રતિભાવો »
ગુજરાત-સૌરાષ્ટ્રના આઠેક જિલ્લાઓમાં આ ત્રીજો દુકાળ છે, ક્યાંક તો ચોથો દુકાળ છે. કચ્છમાં તો લગભગ દરેક વર્ષે અર્ધ અછતની સ્થિતિ હોય છે. ત્યાં પણ દુકાળનો ભરડો ભીંસાયેલો છે. અખબારોમાં અહેવાલો જોઉં છું. કોઈક પ્રદેશની સ્થિતિ વિશે વાતને સાંભળીને કાળજું કકળી ઊઠે છે, સામાન્ય રીતે દુકાળ હોય ત્યારે જે તે વિસ્તારનો પ્રવાસ કરીને, જે તે વિસ્તારની […]
February 16th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : |
5 પ્રતિભાવો »
પ્રિય વાચકમિત્રો, છેલ્લા બે દિવસથી સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે આપને રીડગુજરાતી વાંચવામાં જે અસુવિધા થઈ છે તે બદલ ક્ષમા કરશો. હજુ આજે પણ આ કામ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. તેથી નવા લેખો મુકી શકાશે નહિ. કદાચ થોડો સમય માટે સાઈટ બંધ રહે તેવી શક્યતાઓ છે. જેમ બને તેમ જલ્દી આ તમામ કાર્ય સંપન્ન […]
February 14th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : જોસેફ મેકવાન |
28 પ્રતિભાવો »
[ જોસેફ સાહેબની વાર્તા શૈલી એવી હોય છે કે જાણે કોઈ ઢાળ ઉતરતાં હોઈએ એમ સડસડાટ વાર્તામાંથી પસાર થવાનું બને છે. એક વાર શરૂ કર્યા પછી ક્યાંય અટકી શકાતું નથી. તેમની આ પ્રસ્તુત વાર્તા તેનો ઉત્તમ નમૂનો છે. સૂક્ષ્મ સંવેદનાઓને તેમની કલમ આબાદ ઝીલી લે છે. જેમાંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે તે ‘ચાકડો’ […]
February 14th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મોહમ્મદ માંકડ |
7 પ્રતિભાવો »
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓરલી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલું ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’ – વડીલોને સમજવા માટેની માર્ગદર્શિકા – આવું […]
February 13th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : હર્ષ બ્રહ્મભટ્ટ |
11 પ્રતિભાવો »
જ્યાં અને ત્યાં આમ ના રખડાવ મન, તારું સરનામું ખરું સમજાવ મન. કોણ, કોની, ભૂલ કાયમ ભોગવે ? ક્યાંકથી તો કોઈને અટકાવ મન. કોઈ સુખથી તું ધરાતું કાં નથી ? રોજ દુઃખનાં ગીત ના ગવડાવ મન. કોક દી તો જંપવા દે બે ઘડી, રૂપ બદલી ના સતત લલચાવ મન. પ્રાણ ને આ દેહની વચ્ચે રહી, […]
February 13th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ધીરુ પરીખ |
2 પ્રતિભાવો »
મને કોઈએ પૂછ્યું કે શાને માટે તમે ઉગામ્યો છે મુક્કો ? હું મૂંગો જ રહ્યો, પણ તે તો બોલતો જ ગયોઃ કોઈ મુક્કાબાજને હરાવવા કે પછી કોઈ રાજકીય સૂત્રોચ્ચાર કરાવવા કે કોઈ ફૂટપાથ પર રાંધનારનો ભાંગવા ધાર્યો છે શું રોટલો સુક્કો કે પછી કોઈ જાગીરદાર સામે તેને ડરાવવા કે જે ગડગડાવી રહ્યો છે લાંબી નળીનો […]
February 12th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : કુંવર નારાયણ |
10 પ્રતિભાવો »
આ દિવસોમાં હું કોઈ અજબ મુશ્કેલીમાં છું મારી ચિક્કાર નફરત કરી શકવાની તાકાત દિન-પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. અંગ્રેજો સાથે નફરત કરવા ઈચ્છું છું તો શેક્સપિયર આડે આવે છે જેણે મારા પર ન જાણે કેટલાય ઉપકાર કર્યા છે. મુસલમાનો સાથે નફરત કરવા ઈચ્છું છું તો સામે ગાલિબ આવીને ઉભો રહી જાય છે હવે તમે જ […]
February 12th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : જયા મહેતા |
3 પ્રતિભાવો »
[‘કવિતા’ સામાયિકમાંથી સાભાર.] આ હું કોને પૂછું ? કેમ હજી આ ચાલ્યા કરે છે ઝીણેરા ઝાકળબિંદુ ને સૂર્યકિરણનો ઝઘડો રણની તપેલી રેતી ને ઊંટપગલાંનો તો નહીં કદીયે ઝઘડો સંધ્યાટાણે અજવાળાં- અંધારા હળમળી જાય, ફેલાવે આભા, કરે ના ઝઘડો આગ વરસતા ઉનાળુ મધ્યાહ્ને પણ તરણાં લીલેરાં રહે ફરકતાં, નહીં કાંઈ ઝઘડો તોયે કેમ હજી આ ચાલ્યા […]
February 11th, 2011 | પ્રકાર : જીવનચરિત્ર | સાહિત્યકાર : નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ |
5 પ્રતિભાવો »
[ આપણા સાહિત્યની નક્ષત્રમાળામાં એક ઝળહળતું નામ છે ‘મુકુન્દરાય વિ. પારાશર્ય’. કવિ-સાહિત્યકાર અને તેથીયે વધીને કહેવું હોય તો – એક સહજ જીવન જીવેલાં સાધુપુરુષ. તેઓ સત્વશીલ સાહિત્યના મહાન સર્જક તરીકે ઓળખાય છે. તેમના ‘સત્યકથાઓ’ નામના પુસ્તક અને ચરિત્રનિબંધ ‘નબૂ’ને આજે પણ ઉત્તમ કૃતિઓ તરીકે યાદ કરવામાં આવે છે. તાજેતરમાં આપણે જે દક્ષાબેન પટ્ટણીનો ‘મહાભારત વિષે’ […]
February 11th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. ચંદ્રકાન્ત મહેતા |
10 પ્રતિભાવો »
[ જિંદગીને ઝરૂખેથી : જીવનઘડતર શ્રેણીના પુસ્તક ‘આપણે ઘડવૈયા બંધુ આપણા’માંથી સાભાર.] જીવન પ્રત્યે તમને માન છે ? તો તમે એક કામ કરો. તમે જીવનને ચાહતાં શીખો. જીવનને ચાહવાની દષ્ટિ તમારામાં વિકસશે. એટલે જીવનને કે કોઈ પણ ચીજવસ્તુને વેડફવાનો વિચાર સુદ્ધાં તમારા મનમાં નહીં આવે ! એક માણસ બેફામ રીતે પોતાની કાર હંકારે જતો હતો. […]
February 10th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત |
14 પ્રતિભાવો »
[1] સવાલ એક, સૌને – અરુણા પરમાર વિજાણુ-માધ્યમોના આ સંપર્કયુગમાં કોમ્પ્યુટરના એક નાનકડા પડદા પર પૂરી દુનિયાનો સાક્ષાત્કાર કરી શકાય છે. ઈન્ટરનેટનાં પ્રિય બાળક સમી ઈ-મેઈલ વ્યવસ્થા એક એવું સંપર્કસૂત્ર છે જે તમને દેશાવરના દોસ્તારો સાથે તો જોડી જ રાખે છે, પરંતુ એક વિસ્તાર, એક શહેર, એક રાજ્ય અને સમગ્ર દેશમાં ફેલાયેલા તમારા પરિવારજનોને પણ […]
February 10th, 2011 | પ્રકાર : આધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : વિનોબા ભાવે |
5 પ્રતિભાવો »
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] આજે હવે સૌથી પહેલી વાત સમજવાની છે તે એ કે, આ બધા સંસ્થાગત ધર્મો એકબીજાના વિરોધી નહીં, એકબીજાના પૂરક છે. તેઓ બધા એકબીજાની પુષ્ટિ, શુદ્ધિ અને પૂર્તિ કરી શકે એવા છે. એકના વિકાસમાં બીજાનો વિકાસ છે, એવું સહુને લાગવું જોઈએ. જેમ એક વ્યક્તિના કલ્યાણમાં બીજી વ્યક્તિનું તેમ જ આખા સમાજનું કલ્યાણ નિહિત […]
February 9th, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : ભગવતીકુમાર શર્મા |
7 પ્રતિભાવો »
[‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.] છેલ્લાં ચાળીસેક વર્ષમાં અનેકાનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનું બન્યું છે. શ્રોતા તરીકે, રિપોર્ટર તરીકે, વક્તા તરીકે, પ્રમુખ-અતિથિવિશેષ તરીકે. આમાંના બહુ જ થોડા કાર્યક્રમો વિશે સુખદ અનુભવો થયા છે. કેટલાક કાર્યક્રમોના આયોજન સાથે તો સંકળાવાનું પણ બન્યું છે. એવા કાર્યક્રમોના આયોજન-પાસાથી પણ કાંઈ ઝાઝો સંતોષ થયો નથી. સમારંભોનું પ્રમાણ સર્વત્ર ધોધમાર રીતે વધતું […]
February 9th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિર્મિશ ઠાકર |
20 પ્રતિભાવો »
[‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંથી સાભાર. આપ નિર્મિશભાઈનો (સુરત) આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.] આજે તો કાંઈ સંતાડવું જ નથી, બસ, બનેલું તે બધું લખી નાખવું છે, જેથી દિલ જરા હળવું થાય. એક સમય એવો હતો કે છોકરી અને નોકરી મેળવવા આપવા પડતા ઈન્ટરવ્યૂથી હું ગળે આવી ગયેલો. […]
February 8th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : ડૉ. આઈ. કે. વીજળીવાળા |
28 પ્રતિભાવો »
[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખકશ્રીનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો.] ઘણા વખત પહેલાંની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં પ્રેમ રહેતો હતો. એક દિવસ સવારે એક […]