Archive for 2011

બાળકનું શિક્ષણ અને માતાપિતા – ભાણદેવ

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મોટાં ભાઈ-બહેન આદિ વડીલો જાણ્યે કે અજાણ્યે લગભગ આમ વિચારે છે : ‘અમે અમારા બાળકને સરસ ભોજન આપીએ છીએ; અમે અમારા બાળકને તેને મનપસંદ સુંદર વસ્ત્રો આપીએ છીએ; અમે અમારા બાળકને સુંદર સ્વચ્છ નિવાસસ્થાન આપીએ છીએ; અમે અમારા બાળકને સારી શાળામાં દાખલ કર્યો છે; અમે અમારા બાળક માટે ખૂબ […]

પોળનું સામૂહિક જીવન – ચંદ્રકાન્ત કડિયા

[ લેખકનું બાળપણ અમદાવાદની ‘શેખના પાડા’ નામની પોળમાં જે રીતે વીત્યું છે તેના સંસ્મરણો તેમણે તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘અમારો શેખનો પાડો’ નામના પુસ્તકમાં ખૂબ સુંદર રીતે આલેખ્યા છે. તેમના આ લેખોમાં પોળનું સામૂહિક જીવન, દિનચર્યા, યાદગાર પ્રસંગો અને બાળકોની વિવિધ રમતોનો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. […]

વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા

[ સુપ્રસિદ્ધ સામાયિક ‘ઉદ્દેશ’ની પ્રચલિત કૉલમ ‘વાંચતાં-વિચારતાં’માંથી કેટલાક ચૂંટેલા સાહિત્ય-લેખો સાભાર પ્રસ્તુત છે.] [1] ક્યાં છે આ લેખક-શી લગની ? રાજસ્થાનમાં ટોડરમલ નામના એક જૈન સાહિત્યકાર થઈ ગયા. આ ટોડરમલ, રાજા અકબરના દરબારના એક રત્ન રાજા ટોડરમલ કરતાં જુદા છે. આ ટોડરમલ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ નામના એમના ગ્રંથ માટે પ્રસિદ્ધ છે. તેઓ એક દહાડો જમવા બેઠા. […]

પતૌડી (પાનથી બનેલી વાનગી) – પૂર્વી મોદી મલકાણ

[અમેરિકા નિવાસી પૂર્વીબેન ‘વાનગીઓ અને મસાલાઓ’ ક્ષેત્રે અનેક વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે વિશાળ પાયે કામ કર્યું છે. હાલમાં આ જ વિષયને લઈને તેમનું ‘રસ પરિમલ’નામનું એક પુસ્તક પ્રકાશિત થનાર છે, જેમાં વિવિધ નવી વાનગીઓનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી ‘પતૌડી’ નામની આ વાનગીની રીત રીડગુજરાતીને મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો […]

હું વિનષ્ટ નથી – ઉશનસ્

રડો શાને મારાં સ્વજન, અવ મારા મરણ પે ? હતો જે રૂપે તે અવ નથી હું, તેથી જ ? પણ ના હયાતી-હસ્તીનું કદી પણ નહોવું, મરણ ના કહો એને; આવું રડવું ન ઘટે વિસ્તરણ પે; તમારું વ્હાલું આ પૂતળું હતું પાંચેભૂતગ્રથ્યું, થયું એકાકારે પ્રગટ મૂરતે ને સૂરતમાં, ફરી તે વ્હેંચાઈ, વિખરઈ જશે પાંચ ભૂતમાં, નથી […]

ગીત – પ્રફુલ્લ પંડ્યા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે, ……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે ! થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં, ……………… આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે ! કોયલનાં ગીતોથી પડઘાતું આભ, .…………….. અને આભ નીચે ચાલવાનું મારું ! રસ્તાઓ એટલું જ જાણે છે: .…………….. લંબાણ તો પથ ને પથિકનું સહિયારું… ચાલવાની વાત […]

ઓળખવા દે – સંજુ વાળા

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે ! થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે ! પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે શબ્દસિંહાસન- આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે ! સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે છે રસ્તાના શતશત શેવાળી પથ્થરને તો ઓળખવા દે ! કોઈ જંગલી ઘાસફૂલ થઈ ભવભવ મળવાનું […]

ચાલતાં ચાલતાં સિંગાપોર – કલ્પના દેસાઈ

[રમૂજી પ્રવાસવર્ણનના તાજેતરમાં પ્રકાશિત થયેલા અનોખા પુસ્તક ‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ માંથી પ્રથમ બે પ્રકરણ અહીં સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] (ઉપર) […]

પતંગિયા-પ્રભાવ – ગીતા રાયજી

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] આજકાલ પશ્ચિમના તત્વજ્ઞાની વિજ્ઞાનીઓએ એક સિદ્ધાંતની ખોજ કરી છે. કહે છે, પૃથ્વીના એક ગોલાર્ધમાંનું એકાદ પતંગિયું પાંખો ફફડાવે, તો બીજા ગોલાર્ધમાં ઊઠેલા પ્રચંડ વાવાઝોડા પર પણ તેનો પ્રભાવ પડી શકે. આ સિદ્ધાંત ‘બટરફલાય ઈફેક્ટ’ તરીકે જાણીતો છે. પર્યાવરણ-પ્રેમી મંડળીઓમાં તો એ એટલો લોકપ્રિય થઈ ગયો છે કે એની કહેવત બની ગઈ છે. […]

સુગ્રથિત વ્યક્તિત્વ એટલે શું ? – ભાણદેવ

[ પ્રસ્તુત લેખ ‘જીવનના રહસ્યો’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. સર્વર પર કેટલુંક સમારકામ ચાલી રહ્યું હોવાથી આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વાચકમિત્રોને વિનંતી.] માનવ-વ્યક્તિ એક જ તત્વનું બનેલું નથી. માનવ-વ્યક્તિમાં અનેક તત્વો છે, અનેક પાસાંઓ છે. સમૂહ-સંગીતના કાર્યક્રમમાં અનેક સંગીતકારો એક સાથે ગાતા હોય છે અને અનેક ભિન્ન-ભિન્ન […]

સ્વસ્થ સમાજનો પાયો : ઘર – દક્ષા બી. સંઘવી

[‘સુખનું સરનામું’ પુસ્તકમાંથી સાભાર.] ‘ઘર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ’ આવું કંઈક આપણે અવાર-નવાર બોલતાં-સાંભળતા રહીએ છીએ; તો એ જ એક સ્વર્ગની અંદર ડોકિયું કરીએ ! મસમોટા સુસજ્જ બંગલાની અંદર એક બાળક પીંજરે પુરાયેલ પોપટની જેમ સાવ એકલું છટપટી રહ્યું છે. મા કદાચ જોબ કરતી હોય કે પછી કિટ્ટી પાર્ટીમાં-શોપિંગમાં મસ્ત હોય, પિતા કમાવામાં વ્યસ્ત હોય, […]

વિચારબિંદુઓ (ભાગ-2) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ પ્રકાશિત (ભાગ-1) કર્યા હતા. એ અનુસંધાનમાં આજે થોડાક વધુ વિચારબિંદુઓને મમળાવીએ.] [1] એક રીતે જોઈએ તો મહાપુરુષો જે કહે છે તે સૌ કોઈ જાણતા હોય છે. એ જ વાતો બધે વાંચવા મળે છે. […]

એક ક્ષણ, એક વિચાર – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] પ્લેટફૉર્મ પર આવી સુનીલે પોતાનો ડબ્બો શોધી કાઢ્યો. ડબ્બાની બહાર લગાવેલા આરક્ષણની યાદીમાંથી પોતાનું નામ અને સીટ નંબર શોધી, એની સાથેની ટિકિટનો નંબર પણ સરખાવી જોયો. એ પછી બૅગ લઈ કમ્પાર્ટમેન્ટ સામાનથી ભરચક હતો. થેલાં, થેલીઓ, હોલડોલ, પાણીનો કૂંજો, નાસ્તાના ડબ્બા અને એવા કેટલાય નાના-મોટા સામાનથી ગૅન્ગ-વે ભરચક હતો. એણે એક નજર […]

રણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ સત્ય ઘટના પર આધારિત વાર્તા મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર (હાલમાં અમેરિકા) + 1 479 250 4847 સંપર્ક […]

દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ

[ મૂકસેવક રવિશંકર મહારાજના ભૂદાન તેમજ અન્ય સામાજિક કાર્યો વિશેના જીવનપ્રસંગો પર આધારિત ‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે કર્યું છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] એક સંસ્કારી નારી હું એક […]

આંતરછીપનો ઉજાસ – સંકલિત

[1] માનવતાનો વારસો – રવીન્દ્રનાથ ટાગોર બ્રિટિશ સામ્રાજ્યની ચુંગાલમાંથી એક દિવસ ભાગ્યનું ચક્ર ભારતને છોડાવશે, પણ અંગ્રેજો કેવું ભારત મૂકી જશે…. બસો વર્ષના તેમના શોષણવાળા વહીવટથી સુકાયેલું કંગાળ ભારત !….. એક સમયે હું માનતો હતો કે યુરોપમાંથી ચારે તરફ સંસ્કૃતિનો ઉદય થશે, પણ આજે જ્યારે હું જગતમાંથી વિદાય લેવામાં છું ત્યારે મારી એ શ્રદ્ધા મારામાં […]

લોકોત્તર માનવચેતનાનો પ્રભાવ – મહિમ્ન પંડ્યા

[આજે ‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન’ નિમિત્તે ગાંધીજીના જીવનમૂલ્યોનું સ્મરણ કરાવતો આ લેખ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી મહિમ્નભાઈનો (ધ્રાંગધ્રા) ખૂબ ખૂબ આભાર. તેઓ ધ્રાંગધ્રા કૉલેજ ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 9979133977 સંપર્ક કરી શકો છો.] 30મી જાન્યુઆરી આવે એટલે શહીદદિનની ઊજવણીના પ્રસંગે આપણને ગાંધીજી યાદ આવે છે. […]

ડુંગળીની આત્મકથા – રૂપેન પટેલ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી રૂપેન ભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : rppatel1in@gmail.com ] હું એક ડુંગળી છું. મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ડિંડોરી ગામમાં થયો હતો. મારા જન્મ માટે ખેડૂતે ખૂબ જ મહેનત કરી હતી. મારા જન્મ સમયે ખેડૂત અને તેનો પરિવાર ઘણો […]

પંખીઓ – મણિલાલ હ. પટેલ

પંખીઓ ગાય છે ને થાય છે કે એ તો મારે માટે ગાય છે બાકી તો પડછાયા આવે ને જાય છે પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે બાકી તો અંધારે સઘળું લીંપાય છે કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય છે એટલે તો કૂંપળની કળી બની જાય છે કોઈ કોઈ એવું પણ કહે […]

લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા

રોજ કોઈ ઝંખના મનને છળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. સૂર્ય ઊગે કે નગર આખુંય તમને, ……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે. ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. થાકને […]

મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી

[ વિષયપ્રવેશ : રીડગુજરાતીની આ સાહિત્યયાત્રામાં કેટલાક લેખો યાદગાર બન્યા છે, જેમાં ‘મહાભારત વિષે’ અગાઉ પ્રકાશિત થયેલા લેખનો પણ સમાવેશ થાય છે. એ લેખ વાંચીને અનેક વાચકોના ફોન, ઈ-મેઈલ મળ્યાં. સૌએ તેનો બીજો ભાગ વાંચવાની ઉત્કૃષ્ટ ઈચ્છા દર્શાવી. ખૂબ જ વિસ્તૃત લેખ હોવાને કારણે સમય અભાવે તુરંત એ શક્ય ન બન્યું, પરંતુ આજે તેનો આ […]

આધુનિક વિક્રમ-વેતાળ – વિનોદ ભટ્ટ

[‘વિનોદકથા’ પુસ્તકમાંથી સાભાર.] [1] સંબંધોનો બંધ હંમેશની ટેવ મુજબ આજેય મડાને, સિદ્ધ વડ પરથી ઉતારી, ખાંધે નાખી રાજા વિક્રમે ઉજેણી ભણી મોં ફેરવ્યું ને મડાએ ખડખડ હસતાં આ વારતા શરૂ કરી : કોઈ એક નગરમાં સુધારાસિંહ નામે યુવક રહેતો હતો. સુધારા ખાતર વિધવા સ્ત્રી સાથે જ પરણવાની તેને ધૂન હોઈ કોઈ યોગ્ય સ્ત્રી વિધવા બને […]

અંધકારમાં દીવો – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] કંગના એન્જિનિયર થઈ અને ત્રણેક મહિનામાં એના લગ્ન શ્રીરાજ સાથે થયાં. લગ્ન પહેલાં એણે કેટલીક કંપનીઓમાં જોબ માટે અરજી કરી હતી ને એકાદ-બે ઠેકાણે ઈન્ટરવ્યૂ આપી આવી હતી. એમાંથી એક કંપનીનો એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. કંગનાના આનંદનો પાર ના રહ્યો. સાંજે બધા બેઠા હતા ત્યારે એણે હરખાતા હૈયે પોતાને જોબ મળી છે […]

પાકીટની અદલાબદલી – રતિલાલ બોરીસાગર

[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ […]

ધીરજ – કાન્તિલાલ કાલાણી

[ સૌ વાચકમિત્રોને ‘પ્રજાસત્તાક દિન’ના વંદન. શ્રી કાન્તિલાલ કાલાણીના કેટલાક લેખોના સંચયમાંથી પ્રસ્તુત લેખ અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવે છે.] ધીરજ વિશે ઘણું કહેવાયું છે અને વિજ્ઞાન જેમ આગળ વધતું જશે તેમ ધીરજનું મહત્વ વધતું જશે અને તેનો મહિમા ગવાયા કરશે. આશ્ચર્ય એ છે કે સાધનો નો અભાવ હતો ત્યારે લોકો ઘણી ધીરજ રાખી શકતા હતા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.