Archive for 2011

હાસ્ય ઝરમર – સંકલિત

શિક્ષક : ‘વિદ્યાર્થી મિત્રો ! આજે તમને ચંદ્રગ્રહણ જોવા મળશે.’ વિદ્યાર્થી : ‘એમ સર ? કઈ ચેનલ પર ?’ ******** છગન : ‘મારો ભાઈ હજુ તો દોઢ જ વર્ષનો છે, છતાં પોતાનું નામ સવળું અને અવળું બોલતાં તેને આવડી ગયું છે !’ મગન : ‘એમ ? શું નામ છે એનું ?’ છગન : ‘નયન.’ ******** […]

વહાલથી વાળી લો – કામિની મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] બ્રેકફાસ્ટ ટેબલ પર પાછી આજે બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. અનુષ્કાને મોબાઈલ લેવો હતો અને વિશાલ ના પાડતો હતો. ‘સ્કૂલ ગોઈંગ છોકરીને મોબાઈલનું શું કામ ?’ ‘પણ ડૅડી, મારા બધા જ ફ્રેન્ડ પાસે છે.’ ‘બધા પાસે છે એટલે તારેય જોઈએ ?’ ‘બટ ડૅડી, યૂ કેન અફોર્ડ ઈટ.’ ‘જો અનુષ્કા, વાત અફોર્ડની […]

વ્યક્તિ અને સમાજ – સંકલિત

[1] સમાજઋણ – મીરા ભટ્ટ મને ઘણી વાર થાય છે કે આપણા દેશમાં આટઆટલી ગરીબી છે, અભાવ છે, અજ્ઞાન છે. બીજી બાજુ લખપતિઓ, કરોડપતિઓની સંખ્યા વધી રહી છે, યુનિવર્સિટીઓમાંથી થોકબંધ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે. કેમ કોઈને સમાજના અજ્ઞાન અને અભાવના ખાડા પૂરવાની પ્રેરણા નથી થતી ? શા માટે મકાનોના માળા પર માળા બંધાતા […]

સોના ઈંઢોણી રૂપા બેડલું – વર્ષા અડાલજા

‘ફરી તમે દેશમાં ચાલ્યાં ?’ કોઈએ પૂછ્યું. બેગમાં કપડાં ભરતાં મેં ઉલ્લાસથી માત્ર હોંકારો ભણ્યો. એમણે બડબડાટ કર્યો : ‘ઓહો ! આ દેશમાં તે શું દાટ્યું હશે ?’ ‘દેશમાં દાટ્યું છે મારું મન.’ મેં હસી પડીને કહ્યું. મન તો સાચે જ દાટીને આવી હતી બાના આંગણાના ઘટાટોપ બીલીના વૃક્ષની નીચે. કહીને આવી હતી બાને કે […]

ગાંધીજી અને ભાવનગર – ગંભીરસિંહ ગોહિલ

[‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન’ નજીક છે ત્યારે સ્મરીએ ગાંધીજીના ભાવનગર સાથેના સંસ્મરણો, ‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] ગાંધીજીએ 1888માં એક સત્ર શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો તે પછી ભાવનગર સાથેનો તેમનો લાગણીનો સંબંધ વધતો જ રહ્યો. મુંબઈ અને રાજકોટમાં, ઈંગ્લેન્ડથી બેરિસ્ટર થઈ આવીને વકીલાત કરી, ટૂંકી મુદતમાં જ દક્ષિણ આફ્રિકા જવાનું થયું અને 1914માં વકીલાત, અધિકારની લડતો […]

સબૂરી કર – સંજુ વાળા

તારી વાત હવે તું પૂરી કર મારે પણ કંઈ કહેવાનું છે. …………… એ પણ સાંભળ, સ્હેજ સબૂરી કર …………… ઢોલ-નગારાં પીટવાથી કાંઈ …………… રચી શકાતા નથી અવિચળ કાંડ …………… ચપટી તું વગાડે તેથી …………… કોણ કહે છે ખળભળશે બ્રહ્માંડ હું એક હું – નો છેડો ઝાલી …………… ના અમસ્તી ફેલ-ફિતૂરી કર …………… તારી વાત હવે […]

કોઈ નહીં આવે ? – ચંદ્રકાન્ત શેઠ

તરસ્યું પાણિયારું, ભૂખ્યું રસોડું, ટાઢે થરથરતો ચૂલો, અંધાપામાં અટવાયેલો ગોખલો, આંખો ફાડી ફાડી રાહ જોઈ જોઈ ઢબી ગયેલી બારીઓ અને ઉંબરાયે બારણે બેઠા બેઠા કંટાળેલા-થાકેલા ! ક્યાં સુધી આમ મારે પડ્યા રહેવું પડછાયાના પડદે ? શું ચણિયારેથી ઊતરી પડેલું બારણું મારે ચડાવવાનું નહીં ? ઊખડેલા પગથિયાને ફરી પાછું સરખી રીતે ગોઠવવાનું નહીં ? ગાડીને તો […]

માગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ

[વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરનાર એક અમેરિકનની અનુભવ કથા ‘રીક ગેલીન’ નામના લેખકે લખી છે. શ્રી ગોવિંદભાઈએ (વલ્લભ વિદ્યાનગર) આ અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કર્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9375012513 અથવા આ સરનામે sgp43@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] બદલાતા અમેરિકન સમાજમાં ખાસ કરીને […]

ઝૂરાપો એટલે… – નીલમ દોશી

[રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે શ્રીમતી નીલમબેનનો (આંધ્રપ્રદેશ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] ‘આ બાપા યે ખરા છે. એ ધૂળવાળા ગામડાનો મોહ છૂટતો નથી. કહી કહીને થાકી ગયો….પણ….’ મને અહીં ન ગમે…. ગામ વિના મને બધે ઝૂરાપો લાગે… ત્યાં બધા આપણા પોતાના હોય – એવી રટ લગાવીને બે […]

વાર્તારસ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’માંથી સાભાર.] [1] અમારા કાગડાભાઈ ! અમારા નવા ઘરમાં રસોડામાં ઓટલા પાસે એક બારી છે. બહાર જમરૂખી. તેની એક ડાળ બારીની સાવ નજીક આવેલી. મેં બે-ત્રણ દિવસ જોયું કે એક કાગડો ડાળ પર આવીને બેસે. ત્રાંસી ડોક કરી રસોડામાં જોતો રહે. જુદા જુદા એંગલ બદલીને જુએ. મારી દરેક હિલચાલ પર જાણે તેની નજર છે […]

વિનોબાની વાણી – સં. રમેશ બી. શાહ

[ વિનોબાજીના સમગ્ર સાહિત્યમાંથી ચૂંટેલા લેખો પર આધારિત પુસ્તક ‘વિનોબાની વાણી’માંથી એક પ્રકરણ અહીં સાભાર લેવામાં આવ્યું છે. વિનોબાને સમજવા તેમજ ઊંડાણમાં જવા માર્ગદર્શન ઈચ્છાનારને માટે આ સંપાદન ખૂબ ઉપયોગી થાય તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] મનુષ્ય દ્વારા જે કાંઈ થાય છે તે એના મન દ્વારા થાય છે. જે માધ્યમ […]

વિદ્યાર્થીઓને માર્ગદર્શન – કેદારનાથજી

[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘વિદ્યાર્થી ઉપનિષદ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સંસ્કાર ગ્રહણ કરવાનો સમય : આખા જીવનમાં વિદ્યાર્થીજીવનનો કાળ ખૂબ આનંદનો અને સુખનો માનવામાં આવે છે. માણસ મોટો થયા પછી દુનિયાદારીની અનેક આપત્તિઓ અને મુશ્કેલીઓથી ત્રાસે […]

ત્યારે કરીશું શું ? (ભાગ-2) – લિયો ટોલ્સટોય

[જે પુસ્તકની પ્રસ્તાવના મહાત્મા ગાંધીજી અને કાકાકાલેલકર સાહેબે લખી હોય, જેનું સંપાદન સાહિત્યના આજીવન ભેખધારી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હોય અને લોકમિલાપ જેવા ટ્રસ્ટે જેનું પ્રકાશન કર્યું હોય તે પુસ્તકનો વળી પરિચય શું આપવો ? શ્રી નરહરિભાઈ પરીખ દ્વારા અનુવાદિત થઈને સંક્ષેપ રૂપે પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ટોલ્સ્ટોયે ગરીબોની વેદનાથી દ્રવિત થઈને પોતાના જીવનનું સુકાન […]

રીવા – ચન્દ્રકાન્ત બક્ષી

[ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા દ્વારા સંપાદિત ‘ગુજરાતી આત્મકથાલેખન’ પુસ્તકમાંથી સાભાર.] રીવાના બાલ્યકાળનાં એ વર્ષો સ્મૃતિપટ પર તાદશ્ય છે. બાળકને ત્રણ-ચાર-પાંચ-છ વર્ષનું થતું જોવું, એની સાથે જીવવું, જીવનને બાળકની આંખે સમજવું એક અભૂતપૂર્વ અનુભવ હતો. મોટા થવું સહેલું છે, પ્રયત્ન વિના પણ સમયના વહનની સાથે માણસ મોટો થતો જાય છે, પણ નાના થતા જવું, નાના થઈ […]

અજય-દેવનો ગણ – ડૉ. કમલેશ આવસત્થી

[જૂના ફિલ્મી ગીતોનાં – ખાસ કરીને મૂકેશનાં ગીતોનાં રસિયાંઓ માટે કમલેશ આવસત્થીનું નામ અજાણ્યું નથી. દેશ-પરદેશમાં એમના કાર્યક્રમો યોજાતા રહે છે. ‘મેરા જીવન સંગીત’ નામના આત્મકથાના પુસ્તકથી તેમણે ગુજરાતી લેખનક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમનું આ પુસ્તક ‘વન્સ-મૉર’ જીવનમાં મળેલાં પાત્રોની વાતો છે. આ કથાઓ સત્ય ઘટના પર આધારિત છે. રીડગુજરાતીને આ […]

મણિપુષ્પક – પ્રવીણ દરજી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ સુંદર મનનીય નિબંધોના જીવનપ્રેરક પુસ્તક ‘મણિપુષ્પક’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જીવન જ ઈશ્વર છે…. કબીરે ‘જીવન જ ઈશ્વર છે’ એવું સાદું-સરળ વિધાન રમતું મૂકીને આપણી સામે એક ગહન સત્ય પ્રકટ કર્યું છે. આપણો પ્રયત્ન ઈશ્વરને […]

પંચામૃત – ભૂપત વડોદરિયા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] [1] નાપાસ થવું પણ નાસીપાસ તો ન જ થવું…. ઈંગ્લેન્ડના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા કંઈક આવી છે : લંડનમાં એક બેંકના વડા આતુરતાથી એક અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિની રાહ જોઈ રહ્યાં છે. બેંકના બધા કર્મચારીઓએ ઉદ્યોગપતિનાં ‘દર્શન’ કરવા તત્પર છે. ઉદ્યોગપતિ આવી પહોંચ્યાં. બેંકના સર્વોચ્ચ અધિકારીએ એમની આગતા-સ્વાગતા […]

કાકાસાહેબ : જીવનદર્શન – કિશોરલાલ મશરૂવાળા

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર.] 1917માં હું ગાંધીજીની રાષ્ટ્રીય શાળામાં જોડાયો. કાકાસાહેબ (કાલેલકર), મામાસાહેબ (ફડકે), નરહરિભાઈ વગેરે મારી પહેલાં જ જોડાયા હતા. મને થોડા વખતમાં જ ખબર પડી ગઈ કે મારા કામ માટે મને બરાબર અનુકૂળ થઈ પડે એવો જ્ઞાનકોશ શોધવા ક્યાંય ભટકવાની જરૂર નથી. કાકાસાહેબ જીવતોજાગતો જ્ઞાનનિધિ હતા. કોશમાંથીયે જરૂરી માહિતી ક્યાં મળશે તે […]

બે બાળવાર્તાઓ – રમણલાલ સોની

[ શ્રી મધુસૂદન પારેખ દ્વારા સંપાદિત ‘રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.] [1] શોભા અને સંતોષ રાજકુંવરી શોભા જેવી રૂપાળી તેવી જ ચતુર હતી. કહે કે મારી પરીક્ષામાં પાસ થાય તેને હું પરણું. કેટલાયે રાજકુંવરો એની પાસે આવી ગયા, પણ કોઈ એની પરીક્ષામાં પાસ થયો નહિ. ત્યારે રાજાએ જાહેર કર્યું કે રાજકુંવરીની પરીક્ષામાં પાસ થવા […]

અહમ, સ્હેજેય…. – હરેશ ‘તથાગત’

કોણ કે’ છે – ‘કોઈ પણ રસ્તો નથી ?’ હામ હો તો પ્હાડ પણ નડતો નથી ! આંગણાનાં ફૂલથી સંતોષ બહુ, આભને અડવા કદી મથતો નથી ! પ્રેમપત્રો ઓળખું છું રોજ હું, એ જુદી છે વાત, મોકલતો નથી ! જોતજોતા આયખું તો ઓગળ્યું, કાં અહમ, સ્હેજેય ઓગળતો નથી ?! કોણ આવીને લખાવી જાય છે ? […]

વરસાદનું ચિત્ર – ડૉ. સિલાસ પટેલિયા

[‘પરબ’ સામાયિકમાંથી સાભાર.] લીલુંછમ્મ અજવાળું ઝાંખું ઝાંખું ઝરમર ઝરમર થાય… જાય ધીમે ધીમે થડ પરથી નીતરતું ઝમતું જળ મૂળ ભણી માટીમાં થઈને ધીમે ધીમે…. વરસાદમાં આમ પલળતું એકલ વૃક્ષ હવે અંધકારમાં ઝૂમે ઝૂમતાં ઝૂમતાં ય ઝમતું રહે જળ માટીમાં ને મૂળમાં રાતભર વરસાદ ને અંધકાર ને પહાડ પર પછડાતો અવાજ ને તણાતાં આવતાં વૃક્ષો ને […]

સુરજને આવકારો – દર્શક આચાર્ય

સૂરજ વિના અમારે કરવી હતી સવારો, અમથા સમયની માથે કરતા નથી પ્રહારો. કોલાહલો ભલેને લોકો કરે નગરમાં, ટૌકા કરીને પંખી આપે મને સહારો. અસ્તિત્વને તમારા કરવું જો હોય ઝળહળ, ઝાકળ બની સવારે સૂરજને આવકારો. પામી જશો પરમને મિત્રો તમેય પળમાં, જો ભીતરે તમારી ધખતો હશે ધખારો. માણસને શોધવામાં ભૂલી જવાય ખુદને, તારા નગરના એવાં મોટાં […]

ગઝલ – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’

[‘નયામાર્ગ’ સામાયિકમાંથી સાભાર.] હજારો હાથ ફેંકે, સાફ બે હાથે અમે કરતા, નથી ગણતા તમે માણસ, જુલમ માથે તમે કરતા. પચાવ્યો ના તમે નરશી, ન ગાંધીને તમે સમજ્યા, અમારા આયખામાં, ઝેરને સાથે તમે ભરતા. હવે વર્તન થકી ક્યાં, વેર રાખો છો અમારાથી, ભીતરમાં ભેદનાં કુપા, ભરી ભાથે તમે ભરતા. નથી ઈશ્વર અજાણ્યો, આ તમારી પાપ-લીલાથી, છતાં […]

ગુજરાત ‘દીન’ – ડૉ. હિતેષ બી. શાહ

[વ્યવસાયે તબીબીક્ષેત્રે કાર્યરત એવા ડૉ. હિતેષભાઈના (અમરેલી) સાંપ્રત સમયની સમસ્યાઓ અને જુદી જુદી માનસિકતાઓને અનુલક્ષીને લખાયેલ પુસ્તક ‘ભીનો એક સંબંધ’માંથી સાભાર. તેમનો આ પ્રથમ વાર્તાસંગ્રહ તાજેતરમાં પ્રકાશિત થયો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી હિતેષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879323478 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના […]

ઈસ રૂટ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ ! – ડૉ. નલિની ગણાત્રા

[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.] ‘…..પર તુમ્હારી ય લાઈન સુન કે હમ ત્રસ્ત હૈ ઈસકા ક્યા…આ….આ…..આ… ?’ રિસિવર ઉપર હાથ મૂકીને કહું છું હોં કે લેન્ડલાઈન ફોનની મોનોપોલી હતી તે સારું હતું. એમાં ફક્ત બે જ સૂરનું સામ્રાજ્ય હતું. કાં તો રિંગ વાગતી (માથામાં !) અથવા તો રિંગ બગડી હોય એવો એંગેજ ટોન સંભળાતો ! અને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.