Archive for 2011

પૂરી પાંચ ભૂલ….! – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ નવે-ડિસે.-2010માંથી સાભાર.] ડૉ. સુકુમાર શાહ સ્વભાવે માખણ જેવો કોમળ માણસ અને જમાદાર રાયસંગ એટલે ચપ્પાની તેજ ધાર જોઈ લો ! એની સામે નજર માંડો તોયે ઘસરકો કરી નાખે. આમ તો આ બંને અલગ વ્યવસાયના માણસો; એક ધોળા એપ્રોનમાં ફરતો દેવદૂત અને બીજો ખાખી વર્દીવાળો જમદૂત ! એકબીજાને મળવા માટેનું કોઈ કારણ ન મળે. ન […]

એક સાંજ ભૂલી પડી – વર્ષા તન્ના

[‘અખંડ આનંદ’ જાન્યુઆરી-2011માંથી સાભાર. આપ વર્ષાબેનનો આ નંબર પર +91 22 26007540 સંપર્ક કરી શકો છો.] એક વખત સાંજને ફરવા જવાનું મન થયું. તેણે નદી તળાવમાં ઘણી વખત ધુબાકા માર્યા હતા. તેણે દરિયાના ઘુઘવાટને પણ ઘૂંટડે ઘૂંટડે પીધો હતો. તેણે બાવળની સૂકી ડાળ પર લટકતા તડકાને પણ જોયો હતો. અને ઝાડની છાયામાં બેઠેલા લોકોના હાશકારાને […]

ત્રિપુરામાં – ડંકેશ ઓઝા

[પૂર્વાંચલની સફર પર આધારિત તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સાતમા આસમાને’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી ડંકેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9725028274 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હવે સીલ્ચર થઈને ત્રિપુરાની રાજધાની અગરતલા જવાનો ખ્યાલ હતો તેથી આગલી સાંજે જ […]

શબરીનાં બોર – ડૉ. પ્રફુલ્લ શાહ

[સાવરકુંડલામાં રહીને પુસ્તકાલય આદિ સેવાપ્રવૃત્તિઓની ધૂણી ધખાવનાર દંપતિ ડૉ. પ્રફુલ્લભાઈ શાહના જીવનપ્રેરક પ્રસંગો પર આધારિત પુસ્તક ‘શબરીનાં બોર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘રંગદ્વાર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ‘ચારણ કન્યા’ જેવી દીકરી નયનાની ઉંમર 15 વર્ષની. બહાદુરીને ઉંમર સાથે કાંઈ થોડો સંબંધ છે ? […]

ઓલ ઈઝ વેલ – કમલેશ કે. જોષી

[ જામનગર સ્થિત નવોદિત યુવાસર્જક શ્રી કમલેશભાઈની આ પ્રથમ વાર્તા જ સાવ અનોખી ભાત પાડે તેવી છે. તેઓ શ્રી એચ.કે.દોશી ઈન્ફર્મેશન ટેકનોલોજી કૉલેજમાં ‘કમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ફરજ બજાવે છે. યુવા માનસનો ઊંડો અભ્યાસ તેમની આ કૃતિમાં પ્રગટ થાય છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે શ્રી કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક […]

જીવનસંધ્યાનો ઉજાસ – જયવતી કાજી

[યાત્રાધામ ડાકોરમાં આવેલ સુપ્રસિદ્ધ ‘અશક્તાશ્રમ’ અનેક વૃદ્ધાશ્રમો કરતાં સાવ અલગ છે. આ અશક્તાશ્રમ શ્રમનો મહિમા કરે છે. અહીં અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. વડીલોની વૃદ્ધાવસ્થામાં ગુણાત્મક સુધારો થાય એ માટે સતત પ્રયત્નો થતાં રહે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકારોને અહીં વક્તવ્ય માટે નિમંત્રણ અપાય છે. પ્રતિવર્ષ એકાદ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ પ્રવૃત્તિઓ અંતર્ગત ‘વૃદ્ધત્વના […]

આવડત અને તેનો ઉપયોગ – તારાબહેન મોડક

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] દરેક કામ કે વર્તન માટે યોગ્ય સ્થળ-કાળ હોય છે. તે તે વખતે ને તે તે સ્થળે જો તે તે કામ કે તે તે વર્તન ન થાય તો તે થયું ન થયું સરખું થાય છે. ટૂંકમાં કામની આવડત પણ નકામી જાય છે ને થયું કામ પણ નકામું જાય છે. બાળકોનું ઘણી વાર એમ […]

દ્વિદલ – સંકલિત

[1] ત્રણ મુદ્દા – વિનોબા ભાવે કોઈ પણ કામ વ્યવસ્થિતપણે પાર પાડવું હોય તો તે માટે ત્રણ વસ્તુ આવશ્યક છે. પહેલી વસ્તુ એ કે તે કામ અંગેનો સંપૂર્ણ વેગ સાધવો જોઈએ. પરીક્ષામાં જે સવાલો પૂછવામાં આવે છે તેમના જવાબ નક્કી કરેલા સમયની અંદર લખાઈ રહેવા જોઈએ એવો નિયમ હોય છે. તેમાં આ જ મહત્વનો મુદ્દો […]

પજવે છે હણહણાટી – સંજુ વાળા

[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.] રોમાંચ ઓ તરફ છે આ બાજુ કમકમાટી હે સુજ્ઞજન ! આ ક્ષણને આછી કહું કે ઘાટી ? કોની સ્થિતિમાં હલચલ, છે સ્થિર કઈ સપાટી ? આ કઈ દિશાથી આવી પજવે છે હણહણાટી ? જાહેરમાં નહીં તો તું કાનમાં કહી જા – પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ? વેચું દરેક […]

અજબ ગજબનું જંતર – લલિત વર્મા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] અજબ ગજબનું જંતર કાયા અજબ ગજબનું જંતર, વાદક છેડે તાર તો બોલે, નહીંતર મૂગું મંતર….કાયા… શ્વાસ શ્વાસના તાર ને નાનો હૃદય નામનો ટેકો, અદીઠ નખલી છેડે સૂર તો લયમાં ભળે છે ઠેકો, મંદ્ર, મધ્ય, ને તારમાં વાગે, નખશિખ સૂરિલ નિરંતર ……………………………………………. અજબ ગજબનું જંતર…. તાર ચડે તો ચડત સૂરમાં, તાર ઢીલા તો […]

ગળ્યાં ગળ્યાં કારેલાં ! – ગુણવંત શાહ

શેરડીના રસમાં એક ચમચી ખાંડ નાખીને પીવાનો રિવાજ હજી શરૂ થયો નથી, પરંતુ એ દિવસ કદાચ બહુ દૂર નથી. ખાંડ વગરની વાનગીઓ બહુ ઓછી બચી છે. લોકો હવે મરચાંમાં પણ ખાંડ નાખતા થયા છે. કેન્યામાં એક ગુજરાતી પરિવારમાં જમતી વખતે મને સફરજનનું અથાણું પીરસવામાં આવેલું. ઘણી વાર બે પ્રશ્નો મનમાં ઊઠ્યા છે : દુનિયામાં એવો […]

પોતાની એક નાનકડી દુનિયા – વર્ષા અડાલજા

ગરમીની ઋતુમાં મુંબઈ છોડી જવું ન ગમે. દેવગઢ અને રત્નાગીરીની હાફૂસ બીજે ક્યાં મળે ? ને તો ય બહારગામ જવાનું તો થયું જ અને તે ય મોટરમાં. મનમાં ઉમળકો ન રહ્યો. વહેલી સવારે અમે ચાર-પાંચ મિત્રો નીકળ્યા ત્યારે પ્રકાશ હજી અંધકારને વિદાય આપતો હતો અને રાત્રિએ ધીમે ધીમે અંધકારની બિછાત સંકેલવા માંડી હતી. એના ખોબામાંથી […]

નેત્રાનું ફ્રોક – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2011માંથી સાભાર.] ‘છોડો, એને છોડી દો પ્લીઝ, આઈ રિક્વેસ્ટ….’ એના હાથમાં પરસેવો. આખું શરીર રેબઝેબ. હાંફ. હાંફતા શ્વાસ. શબ્દો ગળામાં અટકી ગયેલા. ઘોઘરા સાદે એ બોલવા પ્રયત્ન કરી રહી હતી. આજુબાજુ પણ કોઈ ન હતું જેને સાદ પાડીને એ બોલાવી શકે. એ લોકો નેત્રાને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. પણ કોણ હતા […]

વાતોના વન – સંકલિત

[1] એ બિચારાનો શો વાંક ? – વૃજલાલ દાવડા રોજબરોજ બનતા નાના મોટા પ્રસંગો તરફ આપણે બહુ લક્ષ નથી આપતા. પરંતુ ઘણી વાર આવા પ્રસંગો દ્વારા માનવસ્વભાવમાં રહેલી માનવતા-ઉદારતા આપણને દેખાઈ આવે છે. હું જામનગરથી પોરબંદર બસમાં જઈ રહ્યો હતો. રાણાવાવ બસ સ્ટેન્ડે બસ ઊભી રહી અને 13-14 વર્ષના બે-ત્રણ નાના કિશોરો મજૂરી માટે સામાન […]

પરમ માતૃરૂપને પોકાર – રીના મહેતા

[જાણીતા સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના દીકરી રીનાબેન મહેતાનો તેમની માતાને અંજલિ રૂપે લખાયેલો આ લેખ છે. પ્રસ્તુત લેખ ‘તારું ચાલી જવું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન સંધ્યાબેન ભટ્ટે કર્યું છે.] પચ્ચીસ નવ્વાણું બસો સાત…. આ નંબર ઘણી વાર મારી આંગળીઓ આદતવશ જોડી દેતી ને પછી રણકતી રિંગમાં સંભળાયા કરતો ખાલી ઘરનો સૂનકાર. […]

હરિનું ઠામ ચીંધતું કાવ્ય – દર્શના ધોળકિયા

[ચૂંટેલી મધ્યકાલીન રચનાઓનું આકલન અને આસ્વાદ કરાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘આઠે પહોર આનંદ રે….’માંથી આ કૃતિ સાભાર પ્રસ્તુત છે. શ્રીમતી દર્શનાબેને (ભૂજ) ‘નરસિંહચરિત્ર વિમર્શ’ પર PH.D.કરેલું છે. આપ તેમનો આ નંબર પર +91 2832 224556 અથવા આ સરનામે dr_dholakia@rediffmail.com સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. […]

કાલેલકરના લલિત નિબંધો – સં. ચિમનલાલ ત્રિવેદી

[લલિત નિબંધોમાં કાકાસાહેબ કાલેલકરની શૈલી જાણે કોઈ અન્ય લોકની સફર કરાવે છે. તેમની આંખે જોતાં નાનામાં નાની વસ્તુ સુંદર ભાસે છે. તાજેતરમાં તેમના ચૂંટેલા લલિત નિબંધોનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે : ‘કાલેલકરના લલિત નિબંધો’. આજે તેમાંથી બે નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક […]

કર્જા લે કર ખૂબ કમાઓ ! – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.] મારું જ્યાં સેવિંગ્સ ખાતું છે એવી એક રાષ્ટ્રીયકૃત બૅંકના પ્રવેશદ્વાર પર એક બોર્ડ મૂકેલું છે. બોર્ડમાં હિન્દી ભાષામાં લખ્યું છે : ‘કર્જા લે કર ખૂબ કમાઓ ઔર ચુકા કર ઈજ્જત પાઓ.’ આમાં ‘દેવું કરો’ એ પડકાર છે, ‘ખૂબ કમાઓ’ એ શુભેચ્છાઓ છે અને દેવું ચૂકવીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો એ શ્રદ્ધા છે […]

એક વિરામ…-તંત્રી

પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા કાર્ય ચાલી રહ્યું હોવાથી, રીડગુજરાતી પર આજે અને આવતીકાલે (તા. 3 અને તા.4) ના રોજ નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં જેની નોંધ લેવા વિનંતી. તા. 5થી (બુધવાર) રાબેતા મુજબ નવા બે લેખો સાથે મળીશું. પ્રણામ. લિ. મૃગેશ શાહ તંત્રી, રીડગુજરાતી.

ઊંચે નભ ગોખ… – ઊજમશી પરમાર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] હાલ્ય, આજ એવાં તો હિલ્લોળે ચડીએ કે દરિયાને થકવાડી નાખીએ, મારામાં હોય તું, તારામાં હુંય ઠેઠ તળ લગી જઈ જઈ વિહામીએ. નસનસનું બુંદ બુંદ એટલું તો ઊછળે કે આખાયે આભને ઉતારતું, ભીતરમાં થાવાને ભેળાં, જો સપનું આ પગ એના દિશ દિશ પસવારતું, બારણિયાં રોમ રોમ કેરાં કૈં ખુલ્યાં તો કેમ કરી એને […]

કશુંક – ગઢવી સુરેશ ‘વરસાદ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] પાંખાળું પૂર એક જોયું, ………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું. સમણાંને ઢોલિયાંમાં ખોયું ………. હો રાજ ! મેં તો સમણાંને ઢોલિયામાં ખોયું. અલબેલો રંગ કોઈ આવી મળીને ………. મારા રુદિયામાં પીછાં ઉમેરે, અલ્લડ આ ઓરતાને આઘા ઠેલું ………. ને તોય આવી – આવીને એ જ ઠેરે આજ હૈયું […]

જોવું જોઈએ – ભરત વિંઝુડા

[ સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક સપ્ટેમ્બર-2008માંથી સાભાર.] સામસામે આવી જોવું જોઈએ, જાતને અટકાવી જોવું જોઈએ ! આંખ પહેલાં કોની ઝૂકી જાય છે, દેખવું અજમાવી જોવું જોઈએ. હું તને ચાહું ને તું ચાહે મને, દિલ હવે બદલાવી જોવું જોઈએ. માણસો સમજે નહીં તો આખરે, મનને પણ સમજાવી જોવું જોઈએ. સ્વપ્ન ઊડી જાય તે […]

વૈશાખી તાપ – મુકેશ જોષી

[‘વિચારવલોણું’ સામાયિક માંથી સાભાર.] ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ, …….. આવી તે હોય કંઈ મજાક લીલેરા વન જાય ઓચિંતા સળગી ને …….. રણની ફેલાઈ જાય ધાક. ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી …….. ફેફસામાં ભરવી બળતરા કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે …….. એવા તે હોય કંઈ અખતરા ખોબો એક છાંયડાને તરસો તમે ને …….. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.