Search Results For "ઉમાશંકર "

કવિતા અને કવિ – ઉમાશંકર જોશી

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.] પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે. કવિતા થોડા સમયમાં ઘણાંઓ સુધી પહોંચી શકે એ સંભવિત બન્યું છે. આમાં કેળવણીનો વધતો જતો પ્રચાર, પાઠ્યપુસ્તકો દ્વારા બહોળા વિદ્યાર્થી-સમુદાય સુધી કવિતાનું પહોંચવું, કવિ અને રેડિયો દ્વારા થતી કવિતાની રજૂઆત – આ બધાંએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. પહેલાંના ઉત્તમ કવિઓની કવિતા […]

ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદન

[જેમનું આ જન્મશતાબ્દીવર્ષ ઉજવાઈ રહ્યું છે તેવા ગુજરાતી ભાષાના વીસમી સદીના પ્રમુખ કવિ શ્રી ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોનું આ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું સંપાદન શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી ભોળાભાઈ પટેલે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે […]

રત્નકણિકાઓ – ઉમાશંકર જોશી

[પુનઃપ્રકાશિત] [1] મારી એક મુગ્ધ માન્યતા છે કે આ વિશાળ વિશ્વમંદિરના એકાદ ખૂણામાં પણ જ્યાં સુધી સત્ય, પ્રેમ કે સૌંદર્ય ઘવાતાં હોય, ત્યાં સુધી વિશ્વમાં અખંડ શાંતિ હોઈ શકે જ નહીં. આપણી પૃથ્વી પર પ્રતિપળે દુભાયેલા પ્રેમના નિશ્વાસના પડધા શાંતિને અહોરાત વીંધી રહે છે, એ સ્પષ્ટ છે. તે અટકાવવા મનુષ્યજાતિએ એક પણ પ્રયત્ન બાકી રાખવો […]

સ્મૃતિતંતુ – નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ

[ આપણા સાહિત્યની નક્ષત્રમાળામાં એક ઝળહળતું નામ છે ‘મુકુન્દરાય વિ. પારાશર્ય’. કવિ-સાહિત્યકાર અને તેથીયે વધીને કહેવું હોય તો – એક સહજ જીવન જીવેલાં સાધુપુરુષ. તેઓ સત્વશીલ સાહિત્યના મહાન સર્જક તરીકે ઓળખાય છે. તેમના ‘સત્યકથાઓ’ નામના પુસ્તક અને ચરિત્રનિબંધ ‘નબૂ’ને આજે પણ ઉત્તમ કૃતિઓ તરીકે યાદ કરવામાં આવે છે. તાજેતરમાં આપણે જે દક્ષાબેન પટ્ટણીનો ‘મહાભારત વિષે’ […]

મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી

[ વિષયપ્રવેશ : રીડગુજરાતીની આ સાહિત્યયાત્રામાં કેટલાક લેખો યાદગાર બન્યા છે, જેમાં ‘મહાભારત વિષે’ અગાઉ પ્રકાશિત થયેલા લેખનો પણ સમાવેશ થાય છે. એ લેખ વાંચીને અનેક વાચકોના ફોન, ઈ-મેઈલ મળ્યાં. સૌએ તેનો બીજો ભાગ વાંચવાની ઉત્કૃષ્ટ ઈચ્છા દર્શાવી. ખૂબ જ વિસ્તૃત લેખ હોવાને કારણે સમય અભાવે તુરંત એ શક્ય ન બન્યું, પરંતુ આજે તેનો આ […]

શબરીનાં બોર – ડૉ. પ્રફુલ્લ શાહ

[સાવરકુંડલામાં રહીને પુસ્તકાલય આદિ સેવાપ્રવૃત્તિઓની ધૂણી ધખાવનાર દંપતિ ડૉ. પ્રફુલ્લભાઈ શાહના જીવનપ્રેરક પ્રસંગો પર આધારિત પુસ્તક ‘શબરીનાં બોર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘રંગદ્વાર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ‘ચારણ કન્યા’ જેવી દીકરી નયનાની ઉંમર 15 વર્ષની. બહાદુરીને ઉંમર સાથે કાંઈ થોડો સંબંધ છે ? […]

હરિનું ઠામ ચીંધતું કાવ્ય – દર્શના ધોળકિયા

[ચૂંટેલી મધ્યકાલીન રચનાઓનું આકલન અને આસ્વાદ કરાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘આઠે પહોર આનંદ રે….’માંથી આ કૃતિ સાભાર પ્રસ્તુત છે. શ્રીમતી દર્શનાબેને (ભૂજ) ‘નરસિંહચરિત્ર વિમર્શ’ પર PH.D.કરેલું છે. આપ તેમનો આ નંબર પર +91 2832 224556 અથવા આ સરનામે dr_dholakia@rediffmail.com સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. […]

ધરતીનો છેડો ઘર – પ્રા. તુલસીભાઈ પટેલ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] ‘ઘર’ વિશે શ્રી મોહન મઢીકરનું એક ભાવસભર કાવ્ય માણીએ : ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર, લોહી બની સદા આ નસમાં વહે છે ઘર ! હોઉં છું જ્યારે ઘરમાં કિંમત નથી કશીયે, છેટો પડું તો પળપળ કાં સાંભરે છે ઘર ? સ્થળકાળથી યે ઉપર સંબંધ છે એહ સંગે, […]

ધૂપસળી – સંકલિત

[1] સર્જકનું આંતરજગત – પ્રણવ ત્રિવેદી [રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રણવભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pranav.trivedi@sbi.co.in અથવા આ નંબર પર +91 7600035206 સંપર્ક કરી શકો છો.] ઘણા સર્જકોને કેટલાક પ્રશ્નનો સામનો વારંવાર કરવો પડ્યો છે. સર્જન પ્રક્રિયા વિશે કે સર્જનની પળો વિશે કે સર્જનની પ્રેરણા અંગે સવાલો પૂછાતાં રહ્યાં […]

સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-1) – મૃગેશ શાહ

[‘સંસ્કૃતસત્ર-11’નો વિસ્તૃત અહેવાલ આજે પ્રકાશિત કરવામાં આવે છે. કેટલાક કારણોસર જો કે તેમાં વિલંબ થયો છે; પરંતુ તે છતાં સંપૂર્ણ સત્રના તમામ વક્તવ્યો આવરી લેવાયા છે તેનો આનંદ છે. આ લેખ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. જે વાચકમિત્રો તેની PDF ફાઈલ (કુલ પાન : 80) ડાઉનલોડ કરીને વાંચવા ઈચ્છતા હોય, તેઓની માટે લેખના અંતે તેમજ ‘ડાઉનલોડ’ […]

બસ, ટહુકા સાંભળું છું….. – મણિલાલ હ. પટેલ

[ ‘શબ્દસૃષ્ટિ’ સપ્ટેમ્બર-2010માંથી સાભાર. આપ શ્રી મણિલાલભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9426861757 સંપર્ક કરી શકો છો.] આછું અજવાળું થાય છે અને શોબીંગોના ટહુકા સંભળાય છે. હવે મારે ટહુકા સાંભળવા સિવાય કશુંય કરવાનું નથી…. ને આનાથી મોટું આનંદપર્વ મારે માટે કોઈ જ નથી. ઘર પાસેના બગીચાનાં વૃક્ષો હજી નિદ્રાવિયોગ પામ્યાં નથી ત્યાં તો જુદા જુદા […]

શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

[ પાંચમી સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષકદિન’ ઉજવાય છે. આ ઉપલક્ષ્યમાં, શિક્ષક કેવો હોવો જોઈએ એ વિશે મહાનુભાવોના સુંદર વિચારોનો સમાવેશ કરતાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘શિક્ષક-ઉપનિષદ’માંથી કેટલોક અંશ અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સમાજના અન્ય લોકો […]

મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા

[વિષય પ્રવેશ : ‘अषाढस्य प्रथम दिवसे’ શબ્દ વિચારીએ કે તરત ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની […]

સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ

[ ગત માસમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ-2’નો આ વિશેષ લેખ છે. સાહિત્ય, કલા, શિક્ષણ, રાજકારણ, ફિલ્મ, અર્થશાસ્ત્ર સહિત અનેક વિષયો પર આ પર્વમાં પ્રશ્નોત્તરી સહિત સહચિંતન કરવામાં આવ્યું હતું. અહીં રજૂ થયેલા તમામ વક્તવ્યો સમાજની સાંપ્રત પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે અને તેથી આમાં આપને એવી ઘણી બાબતો વિશે જાણવા મળશે જે આપે […]

આપણી કૉલેજો વિશે….. – રતિલાલ બોરીસાગર

[ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરના (અમદાવાદ) તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] થોડાં વરસ પહેલાં એક વાલી બીજા વાલીને પૂછતા, ‘તમારો દીકરો (કે […]

સ્વર્ણિમ ગુજરાત : સંકલ્પ અને વિરાસત – વિષ્ણુ પંડ્યા

[ આજે ગુજરાત રાજ્ય સ્થાપનાદિનના પચાસ વર્ષ એટલે કે ‘સ્વર્ણિમ ગુજરાત’ના ઉત્સવનો દિવસ. રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને આ મંગલદિનની વધાઈ. આપણું ગુજરાત ભૌતિકથી લઈને આધ્યાત્મિક સુધી તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને સૌની શારીરિક-માનસિક સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવી પ્રભુપ્રાર્થના. આજના આ વિશેષ દિવસે ‘ગુજરાત’ સામાયિકમાં અગાઉ પ્રકાશિત થયેલ લેખ દ્વારા પ્રાચીનથી અર્વાચીન ગુજરાતની સફર કરીએ. સૌને પ્રણામ […]

અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-1) – મૃગેશ શાહ

[‘અસ્મિતાપર્વ’થી આપણે સહુ કોઈ પરિચિત છીએ. મહુવા ખાતે યોજાતા આ પર્વનો અહેવાલ પ્રતિવર્ષ આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. અસ્મિતાપર્વની તમામ બેઠકોનો આપ સર્વાધિક આનંદ લઈ શકો તે માટે ચાલુ વર્ષે યોજાયેલા આ પર્વનો વિશેષ અહેવાલ અહીં શક્ય એટલો વિસ્તારથી આપવાની કોશિશ કરી છે. આ અહેવાલ કુલ ત્રણ ભાગમાં એટલે કે ત્રણ લેખ સ્વરૂપે (કુલ પાન […]

અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-2) – મૃગેશ શાહ

[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-3] અસ્મિતાપર્વના બીજા દિવસનો પ્રારંભ સંગોષ્ઠિ-3થી થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ’; જેમાં શ્રી સુરેશ દલાલની કવિતા વિશે શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટે તેમજ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે શ્રી અજિત ઠાકોરે વિસ્તારપૂર્વક વાત કરી હતી. બંને મહાનુભાવોના વક્તવ્યબાદ ક્રમશ: શ્રી સુરેશ દલાલ અને શ્રી હરીશ મીનાશ્રુએ કાવ્યપઠન કર્યું હતું. સંગોષ્ઠિનું […]

અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-3) – મૃગેશ શાહ

[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-5] અસ્મિતાપર્વના ત્રીજા દિવસે બરાબર નવ વાગ્યે સંગોષ્ઠિ-5નો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘ગુજરાતી બાળસાહિત્ય’. અસ્મિતાપર્વમાં આ નૂતન વિષયને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં વાર્તાઓ વિશે શ્રદ્ધા ત્રિવેદીએ, કાવ્યો વિશે ઈશ્વર પરમારે અને જીવનચરિત્રો વિશે યશવંત મહેતાએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું; જેનું સંચાલન જાણીતા સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકે […]

એકત્વની આરાધના – સં. રજની દવે

[ રીડગુજરાતીના વાચકો ‘હરિશ્ચંદ્ર’નામથી પરિચિત છે. ‘હરિશ્ચંદ્ર’ એ કાન્તાબહેન અને હરવિલાસબહેનનું વિનોબાએ પાડેલું સંયુક્ત નામ છે. કોલેજકાળની સખીઓ કેવી રીતે આજીવન એક બનીને રહી તેની આ વાત છે. થોડાક વર્ષો પહેલાં કાન્તાબહેન ગુજરી ગયા અને હમણાં એપ્રિલ માસની 2જી તારીખે હરવિલાસબહેન પણ દેવલોક પામ્યાં. ‘ભૂમિપુત્ર’ સામાયિકનું છેલ્લું પાનું હરિશ્ચંદ્રબહેનોએ સર કર્યું હતું. જેમના સુધી ‘ભૂમિપુત્ર’ […]

જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિ – પ્રા. ડૉ. દિનુભાઈ ચુડાસમા

[ મહુવા ખાતે અસ્મિતાપર્વમાં તા. 28મીની સાંજે સમાચાર મળ્યા કે જાણીતા નવલકથાકાર શ્રી જોસેફ મેકવાન સાહેબ હવે આપણી વચ્ચે નથી રહ્યા; પરંતુ ત્યાં ઈન્ટરનેટની સુવિધા ન હોવાથી આ સમાચાર રીડગુજરાતી સુધી પહોંચાડી ન શકાયા. આથી, તેમને ‘ફૂલછાબ’ અખબારના આ વિશેષ લેખ દ્વારા અંજલિ આપવાનું ઉચિત લાગ્યું. તેઓ 75 વર્ષના હતા. કિડની ફેલ્યોરને કારણે તેમને નડિયાદની […]

સાને ગુરુજી – મીરા ભટ્ટ

[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી […]

ગુજરાતી ભાષાનું ભવિષ્ય – જ્યોતિલા ગ. ખારોડ

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-09માંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર +91 79 32060605 પર સંપર્ક કરી શકો છો. ] 1968ની એટલે કે ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. વાત બિલકુલ અંગત છે, એટલે શરૂઆત આ વાતથી કરવી, ન કરવી તેની અવઢવ બહુ રહી, પણ વિષયને સ્પર્શતી હોવાથી આ વાત લખવી જ જોઈએ, એમ લાગ્યું. લગભગ 1966માં અમદાવાદની […]

સમયપત્રક – રતિલાલ બોરીસાગર

[સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. આજથી શરૂ થતા ઈ.સ. 2010ના આ પ્રથમ દિવસની શરૂઆત કંઈક રમૂજી લેખથી કરીએ. પ્રસ્તુત લેખ ‘ભજઆનન્દમ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે હાસ્યલેખક શ્રી રતિલાલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર.] [1] માવજતનો મંતર – દોલતભાઈ દેસાઈ સૂરતમાં ‘હકીમચાચા’ની દોઢસો વર્ષ જાણીતી દવાઓની દુકાન. કોકવાર એ દુકાને જઈ ચાચા સાથે વાતો કરવાની મારી ટેવ. એક વાર એક નવયુવક ગોટી લેવા આવ્યો. પ્રથમ બાળકનો એ પિતા બન્યો હતો. હકીમને કહ્યું : ‘બાબાને પાવાની ગોટી આપો.’ હકીમે પૂછ્યું : ‘કેવી ગોટી આપું ? […]

Copy Protected by Chetan's WP-Copyprotect.